મધ બનાવવાની હેરતજનક કાર્યપ્રણાલિકા

પુરાતન કાળથી મધ માનજીવન નો એક હિસ્સો રહેલ છે. તેનો ખોરાક અને ઔષધ તરીકે ઉપયોગ થતો રહ્યો છે. સંપૂર્ણ સૃષ્ટિમાં મધમાખી જ એક એવો જીવ છે જે માનવ માટે ખોરાક બનાવી આપે છે

  • મધમાખી મધ કઇરીતે બનાવે છે?
  • મધ બનાવવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડે છે?
  • મધમાખીના શરીરની શરીર રચના આમાં શું ભાગ ભજવે છે?
  • ફૂલો વિષેની માહિતીઓ માટે તેઓ એકબીજા સાથે અંતર, દિશા વગેરેનું સચોટ communication કઇ રીતે કરે છે? 

મધ….ફૂલોના મધુર રસ (Nectar) વડે બને છે. મધમાખી પોતાના ડંખ (Proboscis) વડે ફૂલમાંથી રસ ચૂસી પોતાના પેટમાં જમા કરે છે. યાદરહે!! મધમાખીને બે પેટ હોય છે, એક મધ સંગ્રહ માટેનું પેટ અને બીજું નોર્મલ પેટ. ફૂલોના રસને મધવાળા પેટમાં સંગ્રહ કરવામાં આવે છે. પોતાના મધવાળા પેટને સંપૂર્ણપણે ભરવા માટે મધમાખીને લગભગ એક હજાર ફૂલોમાંથી રસ એકઠો કરવો પડે છે. આ પેટમાં એટલો બધો ફૂલોનો રસ સંગ્રહિત થઇ શકે છે જેટલું મધમાખીનું પોતાનું વજન હોય. જ્યારે માખી પોતાના ઘર તરફ પરત ફરી રહી હોય છે ત્યારે માર્ગમાંજ તેમના શરીરના પાચક રસ (Enzyme) ફૂલોના રસને મીઠાં મધમાં રૂપાંતરિત કરી નાંખે છે. (આખી પ્રોસેસ જટીલ છે).

મધપૂડામાં પહોંચ્યા બાદ માખી સઘળુ મધ અન્ય માખીના મોઢામાં ઉલ્ટી સ્વરૂપે ટ્રાન્સફર કરી દે છે. પરંતુ આ સામન્ય ઉલટી નથી કારણ કે તે પોતાના ફૂલનો રસ રાખવા ના બીજા પેટ માંથી મધ બીજી માખીને આપે છે. જે તે માખી અન્ય બીજી માખીને મધ આ રીતે ટ્રાન્સફર કરે છે. આ પ્રોસેસ નિરંતર ચાલતી રહે છે. મોં વડે એકબીજાને મધ ટ્રાન્સફર કરવાની આ પ્રોસેસ ફાઇનલ મધ બનાવવા માટે ખુબજ પાયાનો રોલ અદા કરે છે. જેમજેમ એક પછી એક માખી મધને ટ્રાન્સફર કરતી જાય તેમતેમ મધમાં ઓર વધુ Enzyme ઉમેરાતા જાય છે. પરિણામ સ્વરૂપ મધ વધુ ને વધુ શુધ્ધ અને મીઠું બનતું જાય છે. કેમિકલી જોઇએ તો….આ ક્રિયા દરમિયાન ફૂલોનો રસ Monoscaccharides માં રૂપાંતર પામે છે. જેમકે Glucose અથવા Fructose.

આ પ્રક્રિયા સુધી મધ ઘણું પાતળુ હોય છે, જેને માખીઓ મધપૂડામાં પોતાની પાંખોને ફફડાવી તેમાંથી લગભગ 20% જેટલાં પાણીને બાસ્પીભવન કરી નાંખે છે. જેનાથી મધ ઓર ઘાટ્ટું બને છે. મધમાં પાણીની માત્રા ખુબજ ઓછી હોવાથી તેની PH વેલ્યુ પણ acidic (અમ્લીય) હોય છે. પરિણામે બેક્ટીરિયા અને બીજા સુક્ષ્મ જીવાતો આનાથી દૂર જ રહે છે. મધ એક એવું કુદરતી તત્વ છે જે ઘણાં લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. એક કિલો મધ બનાવવા માટે લગભગ વીસ હજાર મધમાખીઓ પૃથ્વીના છ ચક્કર લગાવવા જેટલો પ્રવાસ ખેડે છે. જેમાં તેઓ લગભગ આઠ લાખ ફૂલોમાંથી રસ ચૂસે છે. આ કાર્ય કરવા માટે ખુબજ ટીમવર્ક તેમજ organizational structure (સંગઠીત માળખા) ની જરૂર પડે છે. માખીઓ એકબીજા સાથે વાત તો નથી કરી શકતી પરંતુ તેઓ communication કરી શકે છે. કેવીરીતે? ડાન્સ કરીને(wow!!).

જે માખીઓ ફૂલોનો રસ લઇને આવે છે તેઓ મધપૂડામાં આવી બીજી અન્ય માખીઓને ડાન્સ કરી સમજાવે છે કે ફૂલ ક્યાં છે? નજીક ગોળાકારમાંજ ડાન્સ કરવાનો મતલબ છે કે ફૂલ મધપૂડાની નજીક એટલેકે લગભગ 50 થી 150 મીટરના અંતરે છે. પરંતુ અગર ફૂલો ઘણાં દૂર છે તો તેઓ Waggle Dance કરે છે અગર મધપૂડાની સીધમાંજ જો માખી હલનચલન કરે તો તેનો મતલબ છે, ફૂલો સૂર્યની દિશામાં છે. અગર આ હલનચલન જેટલી જમણે કે ડાબે ઝૂકેલી હોય તો તેનો મતલબ થયો કે ફૂલો સૂર્યથી એટલા એન્ગલે મૌજૂદ છે. જેટલો વધુ Waggle Dance નો curve મતલબ તેટલાંજ ફૂલો મધપૂડાથી વધુ અંતરે છે, તેમજ જેટલો વધુ Waggle મતલબ zig zag પાથ તેટલાં વધુ ફૂલો. છે ને આશ્ચર્યજનક!!

મધમાખીના પ્રકાર અને કાર્ય આયોજન:

મધપૂડામાં ત્રણ પ્રકારની મધમાખીઓ હોય છે.

(1) Drones (નર મધમાખી )

(2) Workers 

(3) Queens.

જ્યારે Queens એટલેકે રાણીના સંવનનનો સમય આવે છે ત્યારે તે અન્ય પૂડામાં જાય છે અને ત્યાંના male સાથે સંવનન કરી, તેમના વીર્યને સંગ્રહી, પોતાના પૂડામાં આવી, એક દિવસમાં લગભગ 1000 ઇંડા સુધી સતત આપતી રહે છે. માદા આ ઇંડા મૃત્યુ સુધી સતત આપતી રહે છે. unfertilized eggs મતલબ તે અંડાણુઓ જેઓ sperm (શુક્રાણુઓ) સાથે નથી મળી શકતાં તેઓ male drones બને છે. યાદરાખો fertilized eggs (ફળદ્રુપ ઇંડાઓ) દ્વારા ફક્ત માદાઓ જ જન્મે છે. હર female…રાણી અથવા વર્કરમાંથી ગમે તે બની શકે છે. રાણીનું કામ ફક્ત ઇંડા આપવાનું હોય છે પરંતુ worker(કામદાર) માખીઓજ સઘળો મધપૂડો સંભાળે છે.
હવે અહીં એક મહત્વપૂર્ણ સવાલ ઉદભવે છે કે, એ કઇરીતે નક્કી થાય કે વર્કર્સ કોણ બનશે અને રાણી કોણ? આ ખુબજ જટિલ વિજ્ઞાન છે. જે એની ઉપર નિર્ભર કરે છે કે માખી કેટલો આહાર લે છે? મતલબ જ્યારે કોઇ લાર્વા (માખીનો શરૂઆતી સમય) પેદા થાય ત્યારે તેને એક પ્રવાહી Royal Jelly મળે છે, પરંતુ થોડાં સમય બાદ તેમને Royal Jelly ના બદલે Bee Bread મળવા લાગે છે. જે જે માખીઓ switch કરી જાય એટલેકે Royal Jelly માંથી Bee Bread તરફ વળે છે તેઓ વર્કર બનીને રહે છે અને જે Royal Jelly ને જ contineue કરે છે તે Queen બને છે.

જોયું!!! એક મધપુડાની નાની અમથી વસ્તીમાં કેટલી મોટી દુનિયા અસ્તિત્વ ધરાવે છે?

(Source courtesy: Internet. Image source google)

Comments are closed.

Create a website or blog at WordPress.com

Up ↑